વપરાયેલ કમ્પોનન્ટ્સ

  • 1 x Arduino Uno (તમે  બીજું  બોર્ડ વાપરી શકો છો)
  • 10 x Jumper Wires M-F  
  • 1 x Breadboard
  • 1  x  LED
  • 1 x PIR sensor

PIR sensor

 

Description

PIR( Passive Infraed Sensor – પેસિવ ઇન્ફ્રારેડ  સેન્સર )  એ એક  ઇલેક્ટ્રોનિક સેન્સર છે જે કોઈ વસ્તુ  માંથી બહાર નીકળતા વિકિરણ માપે છે. તે નો ઉપયોગ  PIR મોશન આધારિત  ડિટેક્ટરમાં થાય છે.જેવા કે સિક્યૉરિટી, હોટલ માં અોટોમેટીક દરવાજો ખોલવા માટે થાય છે.

 

  1. PIR સેન્સર ના તે પર પડતા ઇન્ફ્રારેડ કિરણોત્સર્ગ ના જથ્થા માં ફેરફારો નું  સંશોધન કરે છે જે સેન્સર ની સામે ઑબ્જેક્ટ ના  તાપમાન અને સપાટી ની લાક્ષણિકતા ઓ ને આધારે બદલાય છે.
  2. PIR  સેન્સર માં ત્રણ પીન છે, એક VCC છે અને ત્રીજો એક GND છે. મધ્યમ પિન આઉટપુટ પિન  Signal Pin છે.અહીં, તે નો ડિજિટલ ઇનપુટ તરીકે ઉપયોગ થાય છે અને LED નો ઉપયોગ ડિજિટલ   output તરીકે થાય છે.

QUICK POINTS

આ PIR સેન્સર નો એક મૂળભૂત પ્રોગ્રામ છે જે માનવ, પ્રાણી ઓ અને કોઈ પણ ઑબ્જેક્ટ ના હલનચલન ને આધારિત છે.

  • તમે ઇનબિલ્ટ LED નો ઉપયોગ કરી શકો છો જે ડિજિટલ પિન નં 13 પર છે.

Example is also available in blockly formate at Lab55.in/code > Examples > PIR

Process

1 )એક  બ્રેડબોર્ડ ( Breadboard ) લો.

2)એક LED લો, તે માં  મોટું લેગ (+) છે જે પૉઝિટિવ છે અને  જે નાનું લેગ  એ નેગેટીવ છે.

3)મોટા લેગ ને  થોડો સાઈડ માં ખેંચી ને  બૅન્ડ કરો જેથી યાદ  રહે  કે જે  મોટો અને બૅન્ડ છે તે પૉઝિટિવ છે અને નાનો છે તે નેગેટીવ છે.

4)હવે 2 M-M જમ્પર વાયર લો અને PIR  સેન્સર લો.

5)હવે, PIR સેન્સરનાં GND પિનને Arduino ના GND સાથે જોડો.

6) PIR સેન્સર ના vcc પીન ને arduino board ની  +5v સાથે connect કરો અને સેન્સર ની output પીન ને digital પીન  no. 2 સાથે connect કરો.(જો તમે externally LED નો ઉપયોગ કરો છો  તો digital pin no. 13 સાથે જોડો).

7) કોઈ પણ શૉર્ટ સર્કિટ ટાળવા સર્કિટ સાથે એક વાર ફરી તપાસ કરો.

8) USB  દ્વારા તમારા લેપટોપ / પીસી સાથે Arduino કનેક્ટ કરો. ( A થી B USB કેબલ Arduino માટે ઉપયોગ કરી એ છીએ જે પ્રિન્ટર માં પણ વપરાય છે).

9) Open Arduino IDE ( તમે તે ને અહીંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તમે ઑનલાઇન પ્લેટફોર્મ Arduino વેબ એડિટર નો ઉપયોગ કરી શકો છો).

10)Go to File > New >ઉપર લખેલ કોડ લખો.

11)Program તપાસો અને પછી તેને અપલોડ કરો.

12) તમે કોઈ અન્ય ઉપકરણ ને આઉટપુટ તરીકે બદલી શકો છો. અહીં LEDબતાવામાં આવેલ છે.